________________
સ્વાધ્યાય સંચય : ૧૧૩
૧૧. સરુનો સહવાસ એ પરમ પ્રાયશ્ચિત્ત : વ્યક્ત અવ્યક્ત વિકલ્પનાં જાળાં, લોક પ્રમાણ અસંખ્ય, ગૂંથી ગૂંચાયો દોષ અસંખ્ય, જીવ એ વાત નિ:શંક; સર્વ વિકલ્પ જનિત દૂષણનાં પ્રાયશ્ચિતો નથી શાસ્ત્ર, તો તે દોષ નિવારણ થાયે, સદ્ગુરુના સહવાસે.
હે! ગુરુરાજ છે
૧૨. સદ્ગુરુના સહવાસ માટે યોગ્યતા : સંગ તજી, સદ્ભુત-સાર ગ્રહીને, શાંત બનીને એકાંતે, બાહ્ય પદાર્થથી મુક્ત કરી મન, ઇન્દ્રિય ને ઇચ્છાને; વિધિથી સમ્યક જ્ઞાનમૂર્તિ નિત્ય, આપની ઉરે ધરે જે, તે ભવ્ય તુજ સહવાસ લહે છે, ધન્ય ધન્ય તે નિચે છે.
છે. ગુરુરાજ ૦
૧૩. સદ્ગુરુના યોગમાં વિદન : જે પદ દુર્લભ બ્રહ્માદિને પણ, નિચે મળે પ્રભુ પામી, પૂર્વ ભવોમાં કષ્ટ કરેલાં, પુષ્યો પમાડે સ્વામી; અહજિજનેન્દ્ર! ઉપાય બતાવો, તુમ સહવાસ ચહું હું, ચિત્ત ચરણમાં ધરવા જતાં તો, બાહ્ય દોડે હું કરું શું?
હે! ગુરુરાજ ૦
૧૪. મનની ચંચળતા : સંસાર તો બહુ દુ:ખદાયી નક્કી, સુખદાયી શિવપદ સાચું, મોક્ષ માટે ઘરબાર તજી સૌ, વને વસું, નહિ યાચું; દુષ્કર વ્રતો પણ વિધિથી પાળું, સંશય સર્વે ટાળું, તોય પીંપળ-પાન સમ મન ચંચળ, તેથી ન સિદ્ધિ ભાળું.
હે! ગુરુરાજ