________________
૧૧૪ : સ્વાધ્યાય સંચય
૧૫. કલ્યાણ કેમ નથી થતું? બાહ્ય પદાર્થો ઇચ્છી ભટકતું, દોદશ ઝાંવાં મારે, આકુળવ્યાકુળ નિત્ય કરે નકામું, જ્ઞાનસ્વરૂપ આત્માને; સંસાર-વર્ધક કર્મ-સખા મન, ઇન્દ્રિય ગામ વસાવે, જીવે એવું મને ત્યાં સુધી ક્યાંથી, સંયમી કલ્યાણ પાવે.
. ગુરુરાજ ૧૬. મન મરે શાથી? શુદ્ધ જ્ઞાની પ્રભુ, આપ સમીપે, આવતાં મનડું મરે, વિવિધ વિકલ્પો ભર્યું સદા દૂર, બાહેર આપથી ફરે; મોહવશે કોણ ડરે ન મોતે? મોહ અહિત કરનારો, યાચના એટલી સ્વામી અમારી, મોહ અમારો મારો.
હે! ગુરુરાજ ૦
૧૭. મરણના ભયનું કારણ : મોહ બહુ બળવાન સર્વે કર્મોમાં, મૃત્યુભય એના પ્રભાવે; ચંચળતા મનની પણ તેથી, દોદશ ભટકે વિભાવે; મોહ વિના નહિ જીવે મરે કો, જોઈ પર્યાયથી જગલીલા, દ્રવ્ય દૃષ્ટિથી ન નાશ ઉત્પત્તિ, નાથ નિત્યતા સંગ રસીલા.
હે! ગુરુરાજ
૧૮. અનિત્ય ભાવનાથી નિત્યમાં વાસ : વાયુથી જલધિના જલમાં ઊછળતાં, ક્ષણભંગુર મોજાં પ્રમાણે, ક્ષણભંગુર આ વિશ્વ સદાયે, સર્વત્ર મુજ મન માને; સંસાર-વર્ધક સર્વ પ્રવૃત્તિથી, ઉદાસ થઈ મન ઇચ્છે, વિકારવિણ પરમાનંદ બ્રહ્મમાં, રહેવા આપ સમીપે.
હે! ગુરુરાજ