________________
સ્વાધ્યાય સંચય : ૧૧૧
૩. સંતનો આદર્શ : સંગ તજી, રાગ તજી, સમતા સજી, પ્રભુ કર્મોનો નાશ કરીને, જ્ઞાતા, દ્રષ્ટા થયા વિશ્વ સકળના, સુખ વીર્ય અનંત વરીને; સંસાર ત્યાગ કર્યો આવા ક્રમે તમે, શુદ્ધ સ્વભાવી બનીને, તેથી તવ ચરણકમળની સેવા, સંતોએ પ્રિય ગણી છે.
હે! ગુરુરાજ ૦
૪. સેવાનું ફળ : ત્રિલોકનાથ! તુમ સેવાથી નિશે, નિશ્ચળ સ્થિતિ અમારી, બળવાન સંસારશત્રુ હવે કેમ, જીતે?–અમે બ્રહ્મચારી; શીતળ જળ-અમી વરસે ફુવારા-ગ્રીષ્મગૃહ રહે કોઈ, તો તહીં તાપ મધ્યાહન તણો શો, ખરા ઉનાળાની માંહી?
છે. ગુરુરાજ ૦
૫. આશ્રયનું ફળ : નિર્મળ બુદ્ધિથી ઊંડું વિચારે, સાર અસાર જો કોઈ, તો ત્રણ જગના સર્વ પદાર્થમાં, સારરૂપે પ્રભુ હોય; તેમ તમારા આશ્રયે અમને, લાંગ્યો સંસાર અકારો, શાંતિ મહા મળી આપને શરણે, અમને નાથ ઉદ્ધારો!
હે! ગુરુરાજ ૦
૬. પરમાત્મદર્શન એ જ સર્વસ્વ : કેવળ દર્શન-જ્ઞાન સ્વરૂપી, વીર્ય અનંત સુખધામી, રૂપ અનુરૂપ નિર્મળ પ્રભુતા, ગુણ અનંતના સ્વામી; જો જિનને યોગ દષ્ટિથી દેખે, સદાય સમ્યગોગી, તો તેને બાકી રહ્યું શું જોવું? સર્વ જાણી લીધું ભોગી.
છે. ગુરુરાજ ૦