________________
૧૧૦ : સ્વાધ્યાય સંચય
આગ્રહ-ગ્રાહકને જતાં, મુશ્કેલ તેથી છૂટવું, મતમતાંતર-મચ્છનું જ્યાં ગચ્છ-પુચ્છ ગર્જવું; પેઠા પછી જો નીકળે, બળવાન તે કળિમાં કહું, મિથ્યાત્વથી જ્યાં મોજ માણે, પુણ્યકાળે જન સહુ. ૩ સંસાર દરિયો દુ:ખનો, પણ મોહ ભૂલવી રીઝવે, કારણ ઉપાસે દુ:ખનાં તો દુ:ખ આખર મૂંઝવે; સંસાર શોભા ઝેર તોયે, જીવ અમૃત જો ગણે, ઇચ્છા કરી ઉપાસતાં, પરિણામ પામે વિષપણે. ૪ આ મોહ ને અજ્ઞાનથી, મુકાવનારા, આપ છો, કરુણા કરી સમ્બોધ ખડ્ઝ, શત્રુ-શિરો કાપજો; અમૃત વાણી આપની પીધા કરું એ યાચના, વળી આપના ચરણે વસીને ઉચ્ચરું આલોચના. ૫ (શું કહું નાથ? તમે જાણો છો સઘળું, ગર્વે કરીને ગોથાં ખાધાં-એ દેશી)
૧. મંગલ પ્રાર્થના : હું ગુરુરાજ! તમે જાણો છો સઘળું, છોરુ અમે તો તમારાં, બાંહ્ય ગ્રહી હવે શરણે રાખો, પાપ પ્રજાળો અમારાં; શક્તિ નહીં કંઈ કરી શકવાની, જ્ઞાન નથી બળવાળું, આ કળિકાળમાં નામ તમારું, કલ્યાણ કરજો અમારું.
હે! ગુરુરાજ
૨. પ્રભુસ્મરણનો પ્રભાવ : આનંદસાગર પ્રભુ, આપ અનુપમ, તત્ત્વસ્વરૂપ તમારું, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રે, ચિત્ત વહે જો અમારું આપના નામની સ્મૃતિરૂપી જે, મંત્ર અનંત પ્રભાવી, હોયે સજજનના વિમલ હૈયે તો, વિન શકે કેમ આવી?
હે! ગુરુરાજ