________________
સ્વાધ્યાય સંચય : ૧૦૯
શું દેવાધિદેવને, વ્યર્થ કરું મુજ વાત! કયાં ત્રિભુવન-દર્શક પ્રભુ, શી મુજ વાત વિસાત! ૪૪ તુજ સમ તારક કો નથી, દીન જનના આધાર; દયામણો મુજ સમ નહીં, જગમાં જગદાધાર. ૪૫ તો પણ કંઈ પણ યાચના, ના ધનની ધરું ઉર; કિંતુ યાચું આટલું, કેવળ, કેવલ-સૂર! ૪૬ રત્નાકર, મંગલનિધિ, બોધિરત્ન દે દાન; ભવ-ભય-ક્ષય જેથી થતાં, પામું મોક્ષ નિંદાન. ૪૭
— —–
શ્રી પદ્મનંદિ મુનિ વિરચિત પદ્મનંદિ પંચવિશતિમાંથી
આલોચના અધિકાર
ગુજરાતી અવતરણ પ્રાસ્તાવિક પદ્ય : બહિરાત્મભાવે છે. પ્રભુ, થયું ભ્રમણ ભ્રાંતિમાં ઘણું, ઇન્દ્રિય ખાડીમાં ખૂઓ, જળ ડહોળું જ્યાં વિષયો તણું; કાદવ કષાય ગળા સુધી-કંટાળતાં પણ ના ટળે, સ્વછંદ સાથી મોહનો પુરુષાર્થ-પ્રેરક પણ કળે. ૧ પરિગ્રહતણાં ધરી પોટલાં, માથે ડૂબા બહુ બાપડા, તારાતણું અભિમાન ધરનારા અહીં બહુ આથડયા; તરવા જતાં તળિયે જતા, પાણી પીતાં તે ડૂબતા, વળી તારવા પડનાર અજ્ઞાની ઘણા ખાતાં ખતા. ૨