________________
૧૦૮: સ્વાધ્યાય સંચય
નહિ આત્મા, નહિ ભવ વળી,” વિષયી જનનાં વેણ; વિષ સમ વિષય વધારતાં, પીધાં મેં જીવ-લેણ. ૩૨ દેવ, પૂજ્ય પૂજ્યા નહીં, ધર્યો ન સાધુ-ધર્મ, શ્રાવક-વ્રત સેવ્યાં નહીં, ગહન ધર્મનો મર્મ. ૩૩ મનુષ્ય ભવ મોંધો મળ્યો, ચિંતામણિ સમાન, અરણ્ય-રુદન સમ ગયો, વહી વ્યર્થ, ભગવાન. ૩૪ કામધેનુ ચિંતામણિ, કલ્પવૃક્ષના ભોગ; રટી આર્ત ધ્યાને વહ્યો, કર્યું ન કરવા જોગ. ૩૫ પ્રગટ સુખદ જિન ધર્મથી રંગાયા નહિ ભાવ; એ મુજ મૂઢ દશા પ્રભુ! કહી સંક્ષેપે સાવ; ૩૬ ‘ભોગ રોગનું બીજ,’ ના-જાણું કરતાં મોજ ધનનું ધ્યાન ધરું સદા, મરણ ન સમરું રોજ. ૩૭
સ્ત્રી-ચિંતન-ફળ નરક છે, ચિત્ત ન ચેતે તોય; કૃત્ય અધમ કરતાં નહીં, પાછું વળી જોય. ૩૮ સંતોળ્યું નહિ સંત ઉર, સેવી સાધુ ચરિત્ર, પરોપકાર કરી નહીં-પામ્યો, સુયશ પવિત્ર. ૩૯ તીર્થોદ્ધારક કાર્યમાં, કર્યો નહિ પુરુષાર્થ; વ્યર્થ ગુમાવ્યો ભવ બધો, વિસારી આત્માર્થ. ૪૦ સદ્ગુરુનાં વચનો સુણી, જાગ્યો નહિ વૈરાગ્ય; શાંતિ સેવી ના શક્યો, સુણી દુર્જનનાં વાક્ય. ૪૧ આત્મજ્ઞાનનો લેશ નહિ, મુજમાં છે. ગુરુ રાજ! ભવજળ કેમ કરાય તો? તું મુજ ધર્મ જહાજ ૪૨ પુણ્ય કર્યું નહિ પર ભવે, આગળ પણ નહિ થાય; આ ભવ, ગત ભવ, ભાવી ભવ, ત્રણે નકામા જાય! ૪૩