________________
સ્વાધ્યાય સંચય : ૧૦૭
પરનિદા-વિષ્ટા વડે, ખરડાયું મુખ પૂર્ણ; પરનારી નિરખી નયન, અંજાયાં, વિષ-ચૂર્ણ. ૨૦ પરનું બૂરું ચિંતવ્ય, મન મુજ થયું મલીન; શીય વલે મારી થશે? દીન-બંધુ હું દીન. ૨૧ કામ-પીડા વશ થઈ, અરે! વિષય વિષે બની અંધ; આત્માનો વૈરી થયો, બાંધી કર્મના બંધ. ૨૨ આ કહું આપ સમક્ષ હું, આણી મનમાં લાજ, વગર કહ્યું જાણો છતાં, સર્વજ્ઞ ગુરુ રાજ. ૨૩ મંત્ર તંત્ર મિઠ ભણ્યો, આત્મ-હિત હણનાર; તજી ‘પરમ ગુરુ’ મંત્ર જે, ઉતારે ભવપાર. ૨૪ કુશાસ્ત્ર
વચનો વડે, ઉથાપ્યાં સન્શાસ્ત્ર, આરાધ્યા કુદેવને, મિથ્યા વર્તન માત્ર! ૨૫ પ્રભુ દર્શન પામ્યો છતાં, ભ્રાંત-મતિ મોહાંધ; ચિંતવતો ચંચળ નયન, નારી અંગોપાંગ. ૨૬ મૃગનયના નિહાળતાં, લાગ્યો લવ ઉર રાગ; શાસ્ત્ર-સમુદ્ર મગ્ન મન, તોય તજે નહિ ડાઘ. ૨૭ મળે ન મુજમાં રૂપ ગુણ, કળા, પ્રભા, પ્રભુતાય; તો પણ માન મુકાય ના, અહંકાર ઉભરાય. ૨૮ ક્ષણ ક્ષણ જીવન જાય પણ, પાપ બુદ્ધિ નહિ જાય; વય ગઈ, તોય ન વિષયની, અભિલાષા દૂર થાય. ૨૯ દોડ દવા કરવા કરું, ઢીલ ધર્મમાં થાય; મહા મોહ મૂંઝવે મને, સ્વામી! કરો સહાય. ૩૦ કેવળજ્ઞાન-રવિ સમા, પ્રગટ દેવ ગુરુ આપ; છતાં હું સુણતો ફર્યો, “નહીં પુણ્ય કે પાપ. ૩૧