________________
સ્વાધ્યાય સંચય : ૧૦૩
અર્હત્ સિદ્ધ મુનીશ્વર સાખે, શીલે વ્રતાદિ જે તું રાખે; જીવતા સુધી પાળી લે લાવ, એ ભવસાગર તરવા નાવ. ૨૫ ત્યાગ તણી મર્યાદા કર જે, શુદ્ધ અને નિયમ અનુસાર તે; ઉદાસીનતા, સમતા ભજજે, આશા-દાસી-સંગત તજજે. ૨૬ પર્યકાદિ વિધિ-અભ્યાસે, યત્ન વડે કરી યોગોલ્લાસે; દુર્ધર મોહ-મહા-વિષ-સર્પ, વશ કર બોધ ગ્રહી દળી દર્પ. ૨૭ પૂરક, કુંભક, રેચક અનિલે-, સંસાર ઇંધન-દાહક અનલે, નિર્મલ પહેલી કાયા કરીએ, અપૂર્વ મોક્ષેચ્છા જો ધરીએ. ૨૮ નાકે નીકળ્યો પવન સમૂહ, રોકી ફેડો પાપ સમૂહ દશમ દ્વારે વિલીન કરે જે, કેવલ જ્ઞાન અનંત વરે તે. ૨૯ દ્ભયથી નાભિ સુધી પૂરે, વાયું તેને પૂરક કહે છે; યોગાભ્યાસ-ચતુર યોગીજન, તંદ્રા તજી કહે પૂરક લક્ષણ. ૩૦ નાભિકાળે સ્થિર રૂપે એ, પૂરક વાયુ, પૂર્ણ નિરોધ પૂર્ણ કુંભવત્ પૂરે વાયુ, કુંભકરૂપ યોગીથી કહાયું. ૩૧ પવન નીકળવા દે પછી ધીરે, રેચક વાયુ, કહ્યો તે વીરે; તે વચને યોગી પણ કહે છે, મોક્ષ પમાડે પરંપરાએ. ૩૨ અચલિત ચિત્ત ધરે જો, બંધુ, પાર પામશે તો ભવસિંધુ; કેવલજ્ઞાની તો તું થાય, શિવ-સરોવર હંસ ગણાય. ૩૩ શુદ્ધરૂપ ચૈતન્ય પિંડનું, જ્ઞાન જ્યોતિ ચિતુ-શક્તિમંતનું; ચિમ્યચિ-ચાંદની રૂપનું, સ્મરણ કર જ્ઞાની ગુણ નૃપનું. ૩૪ હે! જીવ, જો શિવ શાંત, અખંડિત,નિર્મળ ચૈતન્ય અમૃત ઉલ્લસિત; શુકલ ધ્યાન-કજકમળ વિકાસી, શિવસુંદરી સરહંસ વિલાસી. ૩૫ જ્ઞાનવારિધિ-તરંગાવલી, મોક્ષરૂપમાં રમે સદા વળી; નવ કેવળ લબ્ધિથી પૂરા, આત્માને સેવે મુનિ શૂરા. ૩૬