________________
૧૦૪ : સ્વાધ્યાય સંચય
ચિતવ પરમાત્મા-ઉર્વશીને, કેવલ-કુમુદ-વિકાસી શશીને; મુક્તિ-કામિની કર્ણ ભૂષણ જે, ત્રિભુવન લક્ષ્મી ભાલ તિલકને. ૩૭ લમ્બિરત્નના મહેલ-કલશ જે, શિવ હંસીના સ્નેહ મિલનએ; અષ્ટગુણી, સામે જગદમ્રા, વિદેહી, બોધિ-સુધા રસ પીતા. ૩૮ અનાદિ, અખંડ, અચલસુખભોગી, યોગી જનોને વંઘ સુયોગી; વંદે હરિ, હર, બ્રહ્મા જેને, કેવલ-મંગલ-ઉત્સવ તેને. ૩૯ શ્રુત-સરિતાના સુરગિરિ, મોક્ષ લક્ષ્મી-કર-આરસી સમ જે, કર્મ-પહાડ ફાવે વજા જે, શિવ-સુંદરી-હાર શુભ્ર જે. ૪૦ પુરુષાકારે અરૂપી, નભ સમ, સંસારીસંતાપરહિત શમ; કામાગ્નિના કષ્ટ-હારી છે, સર્વ ભવ્ય, જીવ હિતકારીને. ૪૧ સ્પર નિજ દેહ વિષે વસનારો, નહિ તો ભવ ભમવાનો વારો; મૂર્ખ શિરોમણિ સદા મનાશે, વીર્યવિહીન અજ્ઞાની ગણાશે. ૪૨ એમ અનેક ગુણોના સ્વામી, ચિતવ પરમાત્મા શિરનામી; અષ્ટ વચન માતાના પિતા, સંસાર પાર પામ્યા સુવિદિતા. ૪૩ સ્વરૂપ અનેક એક રૂપ ધારો, શુદ્ધ અશુદ્ધ સ્વરૂપ વિચારો; લક્ષ્ય અલક્ષ્મ ચિંતવી તારો, કર્મરૂપ કલંક વિદારો. ૪૪ અંતર ભેદ વિજ્ઞાન વિચારે, નય નિશ્ચય-વ્યવહાર આધારે, સમ્યકજ્ઞાની વિષય વિરક્ત, વર્ણવતા આત્મા દેહશુ. ૪૫ બુદ્ધમુક્ત,અને રિક્ત, અરિક્ત, શૂન્ય અશૂન્ય, વ્યક્ત અવ્યક્ત; રાગી-વિરગી, દુષ્ટ અદુષ્ટ, શિષ્ટ અશિષ્ટ એ પુષ્ટ અપુષ્ટ. ૪૬ ન રમ ન રમ બાહ્યાદિ પદાર્થે, રમ રમ મોક્ષ-પદે જ હિતાર્થે આત્મ કાર્ય જો તૂર્ત કરીશ, તો તું કેવલજ્ઞાન વરીશ. ૪૭ મૂક, મૂક વિષય-માંસના ભોગ, છોડ છોડ, નિજ તૃષ્ણા રોગ; કર કર વશ મન-ગજ જે ગાંડો, અંતરાત્મ પરમાત્મ જોડો. ૪૮