________________
૧૦૨ : સ્વાધ્યાય સંચય
વિષય-ભૂતનો મોહ મૂકી દે, કષાય ચારે નિર્મળ કરી લે; કામ, માનનો કૂચો કરી દે, ઇન્દ્રિય ચોરો પાંચ દમી લે ૧૩ શરીર ઝૂંપડી કૂડો કૂથો, માંસ–ચામડી મોહે ચૂંથો; દ્વાર નવે ગંદાં મળ ગળતાં, શું સુખ એ કચરામાં કળતાં? ૧૪ ભવસાગરમાં કાળ અનંતો, વયો વાસના નીચ કરતો; આજ સુધી વિષયોમાં રાઓ, મૂઢ વિરાગ સજી લે સાચો. ૧૫ દુર્ગતિ દુ:ખ અનેકે કૂટયો, તોય પીછો તેનો ના છૂટયો; જાણે ભૂત-ભ્રમિત, મદમત્ત, જીવ અનાચારે રહે રક્ત. ૧૬ સપ્ત ધાતુમય પુદ્ગલપિંડ, કીડા ખદબદતો મળકુંડ, આવો નિદિત દેહ છતાં હા! માથે જમનો દંડ ફરે આ. ૧૭ મા કર યૌવન-ધનગૃહ-ગર્વ, કાળ હરી લેશે એ સર્વ ઇન્દ્રજાલ સમ નિષ્ફળ સહુ તજ, મોક્ષપદે મન રાખી પ્રભુ ભજ. ૧૮ નીલકમલ-દલ-જલ-સમ ચંચલ, ઇન્દ્ર ધનુષ-વીજળી જીવનપળ; ક્ષણભંગુર સંસાર વિચારો, ભ્રાંતિ વડે ના જાણો સારો. ૧૯ શોક વિયોગ ભયંકર ભારે, ભવ-દરિયાથી કોણ ઉગારે? મજબૂત તારો હાથ ગ્રહીને, કોણ બોધશે કરુણા કરીને? ૨૦ મૂક પરિગ્રહ-મમતા ભાઈ! પાળ સુચારિત્ર સત્સુખદાઈ; કામ-ક્રોધને તજવા કાજે, જ્ઞાન, ધ્યાન વિચારે આજે. ૨૧ કામ-કૃત વિનોદ મૂકી દે, શુભ શિવ-સુખ સદા સમરી રહે ધર્મ-શુકલ બે ધ્યાન સખા છે, ઉત્તમ ગતિના છે નેતા એ. ૨૨ આશા-વસ્ત્ર-વિહીન બનીને, કામ-ઉપાધિ-કષાય હણીને; ગિરિ ગુફા ઉપવને વસીને, આતમ ધ્યાન ધરો સમજીને. ૨૩ યમ નિયમ આસન યોગાચાર, પ્રાણાયામ પછી પ્રત્યાહાર, ધ્યેય-ધારણા, ધ્યાન, સમાધિ, ટાળે જવની ભવ-ઉપાધિ. ૨૪