________________
સ્વાધ્યાય સંચય : ૧૦૧
(સામપિ સજ્જન સંતવા મવતિ માવતર નૌએ છંદ)
ચિતવ પદ પરમાતમ પ્યારે, યોગી જનો જે પદ ઉર ધારે, જહાજ બની ભવજળથી તારે, કેવળ બોધ સુધારસ ધારે. ૧ તજ તૃષ્ણા ધન આદિક કેરી, મૂક મમતા, ટળશે ભવ ફેરી; ધરી ચારિત્ર સદા શીલ પાળે, શિવરમણી સુખ તો તું ભાળે. ૨ વિચાર વિનાશી શરીર સગાઈ, માતા, પિતા, સ્ત્રી, ધન, સુત, ભાઈ, વાંછે છે જીવ અતિશય આને, મૂઢ મરણ દેખે નહિ શાને? ૩ બાળ વયે કીડામાં રાચે, યૌવનમાં રમણીશું માગે; ઘડપણમાં પણ ધનની આશા, હે! જીવ, જો તુજ દુષ્ટ તમાસા. ૪ યૌવનની શી કરવી માયા? જળ પરપોટા જેવી કાયા; જાવું પડશે નરકે મરીને? આવી ધનની આશા કરીને. ૫ ભવ તરવા ઇચ્છે જો ભાઈ, સંત શિખામણ સુણ સુખદાઈ; કામ ક્રોધ ને મોહ તજી દે, સમ્યજ્ઞાન સમાધિ સજી લે. ૬ કોણ પતિ, પત્ની, પુત્રો તુજ? દુ:ખમય પણ સંસાર ગણે મુજ; પૂર્વ ભવ પાપે પીડેલો, કોણ હતો કમેં જકડેલો? ૭. સંસારી શરણાં ગણ સૂનાં, અર્થ અનર્થક, વચન પ્રભુનાં; નશ્વર કાયા પ્રબળ જણાતી, વાંછા શાની એની થાતી? ૮
જીવ એકલો નરકે જાશે, શુભ-વિવેકે સુરગતિ થાશે; રાજા, ધનપતિ થાય એકલો, દાસ એકલો વિનય ભૂલેલો. ૯ રોગી એકલો, શોક ભરેલો, દુ:ખ રહિત, દુ:ખમાંહીં વસેલો; વળી વેપારી, દરિદ્ર એકલો, નીચ એકલો ભમે ભૂલેલો. ૧૦ પરિજન, પુત્ર, કલત્ર વિનાશી, સર્વ મળીને દુ:ખરાશિ; ચિંતવ ચિત્તે નિશ્ચ ભાઈ, કોણ પિતા મા કોની સગાઈ? ૧૧ સ્ત્રી અર્થે હિંસા કરનારા, ભૂત ભ્રમિત સમ જીવ, બિચારા; પાપ પમાડે નરક નઠારું, ઘોર દુ:ખો દળશે તન તારું. ૧૨