________________
૧૦૦: સ્વાધ્યાય સંચય
તારાં દર્શનથી જિનરાય રે, ઉરમાં આનંદ નહિ માય રે; ઇન્દ્ર નેત્ર હજાર બનાવે રે, તોય આનંદ આવો ન આવે રે. ૨૯ તારાં દર્શનથી જિનરાય રે, મુજ મિત્ર આ ભવ પણ થાય રે; તુજ દર્શન આ ભવ પામ્યો રે, સઘળો શોક જેથી વિરામો રે. ૩૦ તારાં દર્શનથી જિનરાય રે, ભક્તિરાગી ભવ્યો ને થાય રે; લીલામાત્રમાં સિદ્ધિ સઘળી રે, પહેલાં શ્રમથી પણ જે ન મળી રે. ૩૧ તારાં દર્શનથી જિનરાય રે, શુભ ગતિનું સાધન થાય રે, મરણકાળે ધીરજ એથી આવે રે, નિર્ભય થઈ પરલોકે જાવે રે. ૩૨ તારાં દર્શનથી જિનરાય રે, પ્રાપ્તિ ચરણકમળની થાય રે જેથી બાકી રહે નહીં કાંઈ રે, કોને દર્શન ઇચ્છા નહીં રે. ૩૩ તારાં દર્શનથી જિનરાય રે, પદ્મનંદિ-દર્શન સ્તુતિ કાજ રે; ત્રિકાળ, પ્રભુ, જે ભણશે રે, જન્મ મરણ તે નિજ હણશે રે. ૩૪ તારાં દર્શનથી જિનરાય રે, થયું સ્તવન જન સુખદાય રે, ભવ્યને ભણવા યોગ્ય ભાળ રે, જગમાં જય પામો ત્રિકાળ રે. ૩૫ તારાં દર્શનથી જિનરાય રે, (ગુરુરાય રે,
જીવન-વસંત સમ્યફ થાય રે; અનુવાદ થયો ગુરુ શરણે રે, વસંતપંચમીએ સંત ચરણે રે. ૩૬
s
શ્રી ચંદ્ર કવિ કૃત વૈરાગ્ય મણિમાળા
પદ્યાવતરણ કૃપા પરમ કૃપાળુની, સંત ચરણની છાંય; અપૂર્વ બોધ, વિરાગતા, તારે ગ્રહી અમ બાંહ્ય.