________________
સ્વાધ્યાય સંચય : ૯૯
તારાં દર્શન હે. જિનરાય રે, ચર્મચક્ષુથી પણ જો થાય રે; તો તે પુણે નયન દિવ્ય પામે રે, કેવળજ્ઞાન ને દર્શન નામે રે. ૧૭ તારાં દર્શનથી જિનરાય રે, કૃતકૃત્યતા જો ન મનાય રે, ભવસાગર ડૂબકાં ખાય રે, બહુકાળ એનો એળે જાય રે. ૧૮ તારાં દર્શનથી જિનરાય રે, નિશ્ચય દષ્ટિથી જે કંઈ થાય રે સ્વાનુભવમાં આવે, ન કહાય રે, વચનાતીત કેમ વદાય રે? ૧૯ તારાં દર્શનથી જિનભૂપ રે, અહો! કેવળજ્ઞાન સ્વરૂપ રે; હવે દર્શનશુદ્ધિ પામી રે, માનું પરનો નહિ હું સ્વામી રે. ૨૦ તારાં દર્શનથી જિનરાય રે, થાય દષ્ટિ નિર્મળ સુખસાજ રે; પછી સૂરજનું શું કામ રે, અતિ પ્રતાપી આતમરામ રે. ૨૧ તારાં દર્શન તો જિનભૂપ રે, કેવળજ્ઞાન નિર્દોષ સ્વરૂપ રે; વીર વગર દષ્ટિ ક્યાં માણે રે, નભે તો દોષાકર જડ જાણે રે. ૨૨ તારાં દર્શનથી જિનરાય રે, નિસ્તેજ જેવાં આ જણાય રે; ચિંતામણિ, સુરતરુ, કામધેનુ રે, તડકે આગીઆ-તેજ શાનું રે.? ૨૩ તારાં દર્શનથી જિનરાય રે, મનમાં પ્રેમરસ ઉભરાય રે; અંદરથી એ બાહેર આવે રે, આનંદઅશ્રુરૂપે સુહાવે રે. ૨૪ તારાં દર્શનથી જિનરાય રે, કલ્યાણ પરંપરા થાય રે, વગર તેડે એ આગળ હાલે રે, ચંદ્ર પહેલાં કિરણ જેમ ચાલે રે. ૨૫ તારાં દર્શનથી જિનરાય રે, દશ દિશાવેલી ફળી આજ રે; ફૂલ્યા વિનાય ઈટ અપાય રે, રત્નવૃષ્ટિ આકાશથી થાય રે. ૨૬ તારાં દર્શનથી જિનરાય રે, મોહ-નિદ્રા ને ભય દૂર થાય રે, જેમ કુમુદ ચાંદની માંય રે, સરોવરમાં પ્રફુલ્લિત હોય રે. ૨૭ તારાં દર્શનથી જિનરાય રે, મહાસુખ ઉરે ઉલસાય રે; જેમ ચંદ્ર પૂનમનો જોઈ રે, ઊછળે ઉદધિ ધૃતિ ખોઈ રે. ૨૮