________________
૯૨ : સ્વાધ્યાય સંચય
ધર્મ અર્થે ઇહાં પ્રાણનેજી; છાંડે પણ નહીં ધર્મ; પ્રાણ અર્થે સંકટ પડેઝ, જુઓ એ દષ્ટિનો મર્મ. મન ૦ ૩ તત્ત્વશ્રવણ મધુરોદકેજી, હાં હોય બીજ પ્રરોહ; ખાર ઉદક સમ ભવ ત્યજેજી, ગુરુભક્તિ અદ્રોહ. મન ૦ ૪ સૂક્ષ્મ બોધ તો પણ ઇહાંજી, સમકિત વિણ નહિ હોય વેદસંવેદ્ય પદે કહ્યો છે, તે ન અવેદ્ય જોય. મન વેદ્ય બંધ શિવ હેતુ છેજી, સંવેદન તસ નાણ; નયનિક્ષેપે અતિ ભલુંજી, વેદ્યસંવેદ્ય પ્રમાણ. મન ૦ તે પદ ગ્રંથિવિભેદથીજી, છેહલી પાપ પ્રવૃત્તિ; તખલોહ પદ ધૃતિ સમીજી, તિહાં હોય અંત નિવૃત્તિ. મન એહ થકી વિપરીત છેજી, પદ તે અવેદ્યસંવેદ્ય; ભવાભિનંદી જીવનેજી, તે હોય વજા અભેદ્ય. મન ૮ લોભી કૃપણ દયામણોજી, માયી મચ્છર ઠાણ; ભવાભિનંદી ભય ભયજી, અફલ આરંભ અયાણ. મન - ૯ એવા અગુણવંતનુંજી, પદ છે અવેદ્ય કઠોર; સાધુ સંગ આગમતણોજી, તે જીત્યો ધુરંધો. મન. ૧૦ તે જિતે સહેજે ટળેજ, વિષમ કૃતર્ક પ્રકાર; દૂર નિકટ હાથી હણેજી, જિમ એ બઠર વિચાર. મન. ૧૧ હું પામ્યો સંશય નહીંછ, મૂરખ કરે એ વિચાર. આળસુઆ.ગુરુ શિષ્યનોજી, તે તો વચન પ્રકાર. મન - ૧૨ ધીજે તે પતિ આવવુંજી, આપમતે અનુમાન; આગમ ને અનુમાનથીજી, સાચું લહે સુજ્ઞાન. મન ૦ ૧૩ નહીં સર્વજ્ઞો જુજુઆજી, તેહના જે વળી દાસ; ભક્તિ દેવની પણ કહીજી, ચિત્ર અચિત્ર પ્રકાશ. મન ૦ ૧૪