________________
સ્વાધ્યાય સંચય : ૯૩
દેવ સંસારી અનેક છેજી, તેહની ભક્તિ વિચિત્ર; એક રાગ પર દ્વેષથીજી, એક મુક્તિની અચિત્ર. મન - ૧૫ ઇંદ્રિયાર્થગત બુદ્ધિ છેજી, જ્ઞાન છે આગમ હેત; અસંમોહ શુભ કૃતિ ગુણેજી, તિણે ફલભેદ સંકેત. મન - ૧૬ આદર કિરિયા રતિ ઘણીજી, વિઘન ટળે મિલે લચ્છેિ; જિજ્ઞાસા બુદ્ધ સેવનાજી, શુભકૃતિ ચિહન પ્રત્યચ્છિ. મન ૦ ૧૭ બુદ્ધિક્રિયા ભવફલ દીએજી, જ્ઞાનક્રિયા શિવઅંગ; અસંમોહ કિરિઆ દીએજી, શીધ્ર મુગતિફલ ચંગ. મન ૦ ૧૮ પુદ્ગલરચના કારમીજી, તિહાં જસ ચિત્ત ન લીન;
એક માર્ગ તે શિવ તણોજી, ભેદ લહે જગ દીન. મન ૦ ૧૯ શિષ્ય ભણી જિન દેશનાજી, કહે જન પરિણતિ ભિન; કહે મુનિની નય દેશનાજી, પરમાર્થથી અભિન. મન . શબ્દ ભેદ ઝગડો કિસ્સોજી, પરમારથ જો એક; કહો ગંગા કહો સુરનદીજી, વસ્તુ ફરે નહીં છે. મન ૦ ૨૧ ધર્મ ક્ષમાદિક, પણ મિટેજી, પ્રગટે ધર્મસંન્યાસ; તો ઝગડા ઝંઝા તણોજી, મુનિને કવણ અભ્યાસ. મન ૦ ૨૨ અભિનિવેશ સઘળો ત્યજીજી, ચાર લહિ જેણે દૃષ્ટિ, તે લેશે હવે પંચમીજી, સુયશ અમૃત ઘનવૃષ્ટિ. મન ૦ ૨૩
પાંચમી સ્થિર દૃષ્ટિ દષ્ટિ થિરા માંહે દર્શન નિત્ય, રત્નપ્રભા સમ જાણો રે; ભ્રાંતિ નહિ વળી બોધ તે સૂક્ષ્મ, પ્રત્યાહાર વખાણો રે. ૧ એ ગુણ વીર (રાજ) તણો ન વિસારું, સંભારું દિનરાત રે; પશુ ટાલી સુરરૂપ કરે જે, સમકિતને અવદાત રે. એ ગુણ - ૨ બાલ ધુલિઘર લીલા સરખી, ભવચેષ્ટા ઈહાં ભાસે રે; રિદ્ધિસિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટ મહાસિદ્ધિ પાસે રે. એ ૩