________________
સ્વાધ્યાય સંચય : ૯૧
એહ દૃષ્ટિ હોય વરતતા, મ, યોગકથા બહુ પ્રેમ; મ ૦ અનુચિત તેહ ન આચરે, મ ૦ વાળ્યો વળે જિમ હેમ. મ૦ ૩ વિનય અધિક ગુણીનો કરે, મ દેખે નિજગુણ હાણ; મ૦ ત્રાસ ધરે ભવભર્યો થકી, મ ભવ માને દુ:ખખાણ. મ૦ ૪ શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, મ ૦ શિષ્ટ કહે તે પ્રમાણ; મ ૦ સુયશ લહે એ ભાવથી, મ ન કરે જૂઠ ડફાણ. મ ૦ ૫
ત્રીજી બલા દષ્ટિ ત્રીજી દષ્ટિ બલા કહીજી, કાષ્ટઅગ્નિ સમ બોધ; ક્ષેપ નહીં આસન સહેજી, શ્રવણ સમીહા સોધ રે.
- જિનજી! ધન ધન તુજ ઉપદેશ! તરુણ સુખી સ્ત્રી પરિવજી, જિમ ચાહે સુરગીત, સાંભળવા તિમ તત્ત્વનેજી, એ દષ્ટિ સુવિનીત રે. જિ - ૨ સરી એ બોધ પ્રવાહનીજી, એ વિણ શ્રત થલકૂપ; શ્રવણ સમીહા તે કિસીજી, શયિત સુણે જિમ ભૂપ રે. જિ૦ ૩ મન રીઝે તન ઉલ્લસેજી, રીઝે બુઝે એક તાન; તે ઇચ્છા વિણ ગુણકથાજી, બહેરા આગળ ગાન રે. જિ. ૪ વિઘન ઇહાં પ્રાયે નહીંછ, ધર્મ હેતુમાં કોય; અનાચાર પરિહારથીજી, સુયશ મહોદય હોય રે. જિ૫
ચોથી દીપા દષ્ટિ યોગદષ્ટિ ચોથી કહીજી, દીપા તિહાં ન ઉત્થાન; પ્રાણાયામ તે ભાવથીજી, દીપપ્રભા સમ જ્ઞાન.
મનમોહન જિનજી! મીઠી તાહરી વાણ. બાહ્ય ભાવ રેચક ઇહાંજી, પૂરક અંતર ભાવ; કુંભક થિરતા ગુણે કરી, પ્રાણાયામ સ્વભાવ. મન ૦ ૨
* વાંચ્છા