________________
૭૮ : સ્વાધ્યાય સંચય
આ ભવ વણ ભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ; વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ. ૫ (અંગત) વિ. સં. ૧૯૪૫
ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દષ્ટિનો એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માનો તેહ. ૧ તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ. ૨ પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર; અનુભવી ગુરુને સેવીએ, બુધજનનો નિર્ધાર. ૩ ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મોહ; તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જાય. ૪ બાહ્ય તેમ. અત્યંતરે, ગ્રંથ ગ્રંથિ નહિ હોય; પરમ પુરુષ તેને કહો, સરળ દષ્ટિથી બાહ્ય પરિગ્રહ ગ્રંથિ છે, અત્યંતર સ્વભાવથી પ્રતિકૂળતા,
જોય. ૫
મિથ્યાત્વ;
·*.
૧. લોક
કહ્યો,
પુરુષસંસ્થાને એનો ભેદ તમે કંઈ લહ્યો?
એનું કારણ સમજ્યા કાંઈ, કે સમજાવ્યાની ચતુરાઈ? શરીર પરથી એ ઉપદેશ, જ્ઞાન દર્શને કે ઉદ્દેશ; જે જણાવો સુણીએ તેમ, કાં તો લઈએ દઈએ ક્ષેમ.
વિ. સં. ૧૯૪૫