________________
સ્વાધ્યાય સંચય : ૭૭
(દોહરા) જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર. જ્ઞાની કે અજ્ઞાની જન, સુખદુ:ખ રહિત ન કોય; જ્ઞાની વેદ વૈર્યથી, અજ્ઞાની વેદે રોય
(વીતરાગવાણી) મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાઈ, વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય. વચનામૃત વીતરાગના, પરમ શાંત રસ મૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયર તે પ્રતિકૂળ.
જન્મ જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ કારણ તેનાં બે કહ્યાં, રાગ દ્વેષ અણહેતુ.
નથી ધર્યો દેહ વિષય વધારવા; નથી ધય દેહ પરિગ્રહ ધારવા.
લઘુ વયથી અદ્ભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોધ, એ જ સૂચવે એમ કે, ગતિ-આગતિ કાં શોધ? ૧ જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય? ૨
જેમ જેમ મતિ અલ્પતા, અને મોહ ઉદ્યોત, તેમ તેમ ભવશંકના, અપાત્ર અંતર જોત. ૩ કરી કલ્પના દઢ કરે, નાના નાસ્તિ વિચાર; પણ અસ્તિ તે સૂચવે, એ જ ખરો નિર્ધાર. ૪