________________
સ્વાધ્યાય સંચય : ૭૯
૨. શું કરવાથી પોતે સુખી?
શું કરવાથી પોતે દુ:ખી? પોતે શું? ક્યાંથી છે આપ?
એનો માગો શીધ્ર જવાબ. ૩. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ,
જ્ઞાન તહાં શંકા નહિ સ્થાપ; પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય; તે ઉપજવા પૂર્તિત ભાગ્ય; તેમ નહીં તો કંઈ સત્સંગ,
તેમ નહીં તો કંઈ દુ:ખરંગ. ૪. જે ગાયો તે સઘળે એક,
સકળ દર્શને એ જ વિવેક; સમજાવ્યાની શૈલી કરી, ચાદ્વાદ સમજણ પણ ખરી. મૂળ સ્થિતિ જો પૂછો મને, તો સોંપી દઉં. યોગી કને; પ્રથમ અંત ને મધ્યે એક, લોકરૂપ અલોકે દેખ. જીવાજીવ સ્થિતિને જોઈ, ટળ્યો ઓરતો શંકા ખોઈ; એમ જ સ્થિતિ ત્યાં નહીં ઉપાય; ‘ઉપાય કાં નહીં?” શંકા જાય. એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણ;