________________
૧૨૧. દંતવાણિજ્ય : હાથી વગેરે જનાવર મરાવી દાંત, નખ
કે શીંગડાનાં વેપાર કરવા નહીં. ૧૨૨. કેશ વાણિજ્ય : પીંછા, ચામડા તથા વાળ (કેશ) તથા
ઉન મેળવવા પશુ પંખીને મારીને વેપાર કરવો નહીં. ૧૨૩. રસ વાણિજ્ય : માંસ, ઈંડા, ચરબી, મચ્છી, હાડકા,
દારૂનો વેપાર કરવો નહીં (દવા મિલિંગમાં અપવાદરૂપે આવે
તે ઉપરાંત) Imp. • કતલખાનાં, મત્સ્ય ઉદ્યોગ, મરઘા ઉછેર કેન્દ્ર(પોસ્ટ્રીફાર્મ)
વગેરેના ધંધા કરવા નહીં. પૈસા ધીરવા નહીં. • ઉત્પાદન બનાવટમાં પંચેન્દ્રિય જીવની ઘાત થાય કે
રીબામણી થાય તેવી વસ્તુ બનાવવી નહીં. • માછલી વિ. પકડવાની જાળ બનાવવી નહીં. વેચવી નહીં. •મચ્છીમાર, માળી, ઘાંચી, કસાઈ એવા વ્યવસાય પોતાને
હાથે કરવા નહીં. , ૧૨૪. લખવાણિજ્ય : લાખ, મીણ, રંગ વગેરે સળગી ઉઠે તેવા
પદાર્થના વેપાર કરવા નહીં. તેમજ વેરઝેર કે ઈર્ષાથી પ્રેરાઈને તથા જાણીબુઝીને સળગાવવાનાં કાવત્રા કરવા નહીં.
૨૯