________________
અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર, શ્રીગુરુ ગૌતમને સમરીએ, તો મન વંચ્છિત ફળ દાતાર. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે" તપ આરાધીએ, ભાવે કેવળજ્ઞાન. ધર્મ વાડીએ ન નીપજે, ધર્મ હાટે ના વેચાય, ધર્મ શરીર નીપજે, જે વિવેક કરીએ તો થાય. જય નિણંદ, દેવ, ગુરૂ, ધર્મ તમારા શરણા, આ ભવે, પર ભવે, ભવોભવ હોજો.