________________
૨. બીજો માંગલિક મનમાં ધરો, લોકમાં જે ઉત્તમ ખરો, સિદ્ધ
હુઆ તે સિદ્ધ અનંત સો શરણું સ્વામી મુજ હૃદય ધરત. ત્રીજો માંગલિક એમ અવસ્થિતિ, લોકમાં જે ઉત્તમ યતિ,
સાધુ શરણે જે અનુસરે, સંસાર સાગર સુલભ તરે. ૪. ચોથો માંગલિક એમ અવધાર, કેવલી પ્રરૂખો ધર્મ સંભાર, - ટાળે રોગ, શોક, ભય, મરણ, સાચું એક શ્રી જિનવરજીનું શરણ.
એ ચારનાં શરણાં કરે નર જેહ,
ભવસાગરમાં ન બૂડે તેહ. સકળ કર્મનો આણે અંત, મોક્ષ તણા સુખ લેહ અનત, ભાવ ધરીને જે ગુણ ગાય, તે પ્રાણી તરીકે મુક્ત જાય. સંસારમાંહી શરણાં ચાર, અવર શરણ નહિ જોય, જે નરનારી આદરે તેને, અક્ષય અવિચળ પદ હોય. અનંત ચોવીસી જિન નમું, સિદ્ધ અનંતા કોડ, જે મુનિવર મુગતે ગયા, તેને વંદુ બે કર જોડ. દોય કોડી કેવળ ધરા, વિહરમાન જિન વીશ, કર્મ ખપાવવા કારણે, સાધુજી સર્વ નમું નિશદિસ.