________________
છેલ્લું વિશ્રામ
હું આત્મા છું, હું આત્મા છું, જીવંત છું. હું એકલો છું, કોઈ મારૂં નથી, હું કોઈનો નથી. આ શરીર, ધન સંપત્તિ, સગાં-વ્હાલાં - મૃત્યુ આવશે કોઈ બચાવનાર નથી. શરીર મડદું કહેવાશે. ભઠ્ઠીમાં નાંખશે, મને કંઈ જ સંવેદના નહિ હોય! ખરેખર! મેં જે સત્કર્મ કે કુકર્મ કર્યા છે તે જ મને સ્વર્ગ કે નર્કમાં ધકેલશે. મને બચાવનાર, મારો રક્ષણહાર, કાયમી શાંતિ બક્ષનાર એક જ! ફકત એક જ!! અને તે પંચપરમેષ્ઠિ - નવકાર મંત્રનું, ધર્મનું શરણ અને તેનું શ્રદ્ધાપૂર્વક એકનિષ્ઠ આચરણ.
મન ચાહી હોવે કભી, અન ચાહી ભી હોય! ધૂપ-છાંવ કી જિંદગી કયા નાચે, કયા રોય !!
43