________________
કરતાં પહેલાં શરીરને શિથિલ | શાંત બનાવવું. પગથી માથા સુધી અનુક્રમે દરેક અવયવને, માંસપેશીઓને આદેશના ઢબે વિચારી વિચારીને શાંત કરવા, તનાવ મુક્ત કરવા અને ચેતન મનને જાગૃત બનાવવું. ભૌતિક ચૈતન્યને સુપ્ત કરીને તેના પ્રતિપક્ષી અભૌતિક / આધ્યાત્મિક ચૈતન્યને જાગૃત બનાવવું. સામાન્ય રીતે વિકલ્પો ન આવવા જોઈએ. શ્વાસ ઉપર નજર રાખવી.
નિયમિત અડધો કે પોણો કલાકદરરોજ અભ્યાસ કરવાથી વ્યક્તિ ગમે તેવી પરિસ્થિતિમાં તનાવ મુક્ત થઈ શકે છે.
ધ્યાન- જેમ ઉચ્ચ અધ્યાત્મ પ્રેરણા પદ્ધતિ અને આપણી સમ્યફ ગ્રહણ શક્તિ તેમ તેનું ચૈતન્ય વધુ પ્રફુલ્લિત બને.
કાર્યોત્સર્ગ અર્થાત કાઉસગ્ગ એટલે તનાવ મુક્ત શરીર સ્થિતિમાં તન, મન સ્થિરતાથી અંતર ધ્યાન.
• આજની ફેશન - કાન ઉપર રેડીયોના ગણગણાટથી મનને
શાંતિ મળે ? શાંતિના અવસરમાં પણ અશાંતિ વહોરી લેવી. પછી શાંતિ ક્યારે?
42