________________
ને હજી એક સૂક્ષ્મ વાત, કોઈને ચા વગર ચાલે તો ઘણું સારું. પણ પોતે ચા પીતો જ નથી એ સૌ કોઈને બતાવ્યા વગર એને નહિ ચાલે.
(દાન, તપશ્ચર્યાનું પણ એમ જ છે. વિકૃતિ આડંબર વધ્યા છે.)
– ફાધર વાલેશ
• ભણતર સાથે ગણતર હોય, સંસ્કાર હોય તો માણસ સ્વતંત્ર
બુદ્ધિથી વિચારી શકે. • એક વખત વધેલો ખર્ચ/ઠઠારો પછીથી ઘટાડવો બહુ મુશ્કેલ છે. • ખર્ચ ઘટાડવો તમારા હાથની વાત છે, આવક વધારવા માટે
તેમ નથી. ન પણ વધે.
35