________________
અકામ મરણ-સકામ મરણ મરણ સમયે પરિગ્રહ, કામભોગની ઈચ્છા, કોઈના સાથે વેરઝેર હોય તેનો બદલો લેવાની ઈચ્છા, અસત્યને સત્ય માર્ગ તરીકેની કલ્પના, ચાડી ચુગલી, ઠગ બુદ્ધિ - આ અકામ મરણની નિશાની છે. અકામ મરણ થવાથી જીવને હલકા, તુચ્છ પ્રકારના દેહ ધારણ કરવા પડે અને ગેડી દડાની જેમ માર ખાઈ ખાઈને ભટકવું પડે છે. તેને સદ્ગતિ હોય નહિ. આશા, આકાંક્ષા કે વેરઝેર રહે ત્યાં સુધી નિશ્ચય જન્મ મરણ કરવા પડે. એનાથી પર થઈ આત્માના સ્વરૂપ વિષે ભાન થાય, આત્મા કર્મથી મુકત થઈ પોતાનું સહજ સ્વરૂપ પ્રાપ્ત કરે એ વિષે સજાગ થાય, શરીરમાં શાંતિ હોય કે વેદના-ગમે તે સ્થિતિ હોય, પ્રસન્ન ચિત્તે અરિહંતનું ધર્મનું સ્મરણ હોય, શરણ હોય - આ સકામ મરણની નિશાની છે.
એક વખત સકામ મરણ થયું તે જીવ તે જ ભવે કે વધુમાં વધુ પંદર ભવે મોક્ષમાં જાય. શ્રી જિનેશ્વર દેવ કથિત એની લેખિત ગેરંટી સૂત્રોમાં છે.
પંદર ભવે મોક્ષ આપણે બોલીએ છીએ, કલ્પીએ છીએ તેવું સહેલું નથી. સહુ પ્રથમ-વિચાર, વાણી અને વર્તન નિખાલસ અને સદ્ભાવનાપૂર્વકના હોવા જોઈએ. અહિંસામાં ધર્મ અને હિંસામાં પાપ સામાન્ય રીતે બધા જૈનો માને છે. છતાં પ્રચારના નામે,
24