________________
વિદ્ધાનપણું બતાવવા, યશ, કીર્તિ અને ધન માટે ધર્મમાં હિંસક સ્વરૂપ આપી તેમાં ધર્મ માને છે, એ ભૂલ છે. ભગવાનનાં વચનો પ્રત્યે શ્રદ્ધા નથી એટલે આમ બને. અને વચન પર શ્રદ્ધા નથી, ત્યાં અરિહંત કે ધર્મનું શરણ કેટલું કામ આવે?
શ્રાવક કે મુમુક્ષુ ગૃહસ્થાશ્રમી છે તેને સંસારમાં રહીને પોતાની, કુટુંબની આજીવિકા કરવાની છે. સામાજિક કાર્યો, દેશ માટેનાં કાર્યો અને ફરજ બજાવવાની છે. તે પોતાની યથાશકિત મુજબ કરે, તેમાં અભિમાન ન હોય કે તેમાં રચ્યા પચ્યા રહેવાનું ન હોય. એય તો આ બધાને ત્યાગીને તેમાંથી બને તેટલું મુકત થઈને, શાંતિમય જીવન ગાળી, નિર્દોષ ધર્મ કરણી કરી, આત્માનું શુદ્ધ સ્વરૂપ મોક્ષ પામવાનું હોય. માન્યતા શુદ્ધ હોવી જોઈએ. ગતિપ્રયાણ એના તરફી હોવા જોઈએ.
25