________________
ખાસ નોંધ વ્રત લેનાર માટે ઉપયોગી • પચ્ચકખાણ પોતાની ઈચ્છાથી અને મકકમતાથી લેવા.
ખાવા પીવા તથા વપરાશની વસ્તુઓ, શારીરિક કે સંયોગવશાત એક જ વસ્તુથી ચલાવી લેવું પડે અથવા લગ્ન કે સમૂહ પ્રસંગોએ ઘણી વસ્તુ વપરાય, તે સંયોગો સાથે ધ્યાનમાં લઈ માન મર્યાદા નકકી કરવાં.
• કૌટુંબિક તથા સાંસારિક સંબંધોમાં, તેવી જ રીતે ધાર્મિક પ્રસંગોમાં
ઠગ બુદ્ધિ ન રાખવી, ન ઈર્ષા કરવી, ન અભિમાની બનવું.
પચ્ચકખાણનો હેતુ તમે કરીને પોતાનું જીવન ઓછી જરૂરિયાત,
ઓછો આળપંપાળ-તે રીતે શાંતિમય તથા અધ્યાત્મ ધ્યાન, ચિંતન અને સમજણ વધે અને વધુ ને વધુ ધર્મની સન્મુખ થાઉ તે રીતે વીતે તે છે.
પચ્ચકખાણ લેતી વખતે, વાંચી શકાય તે રીતે પેન્સીલથી લખવાથી તે જગ્યાનું ફરી વખત ઉપયોગ થઈ શકે.
22