________________
પાંચમી આવૃત્તિની પ્રસ્તાવના (ટુંકમાં).
ચોથી આવૃત્તિ મોટા ભાગે સામૂહિક રીતે ધર્મસ્થાનકો-ઉપાશ્રયમાં વ્રત નિયમ લેવા માટે વપરાઈ છે.
વ્રત લેનારાઓના સૂચનથી પચ્ચકખાણ વિભાગમાં સુધારા-વધારા તથા ક્રમાંક સંખ્યામાં વધારો થયેલ છે તથા ત્રણ નવા પાઠનું ઉમેરો કરેલ છે. મિતિ : જેઠ સુદ ૧૫ સંવત ૨૦૪૦ આણંદજી ભુલા તારીખ: ૧૩ જૂન ૧૯૮૪
પ્રકાશક છઠ્ઠી આવૃત્તિની પ્રસ્તાવના (ટુંકમાં)
પાંચમી આવૃત્તિ પણ સામૂહિક રીતે મુંબઈ, કચ્છ અને બહારગામમાં વપરાઈ છે. સાધુ મુનિરાજોના ઉપદેશનું આ પરિણામ છે.
આઠમા વ્રતના પચ્ચકખાણ કમાંક ૧૩૩ થી ૧૩૯ ના સાત બોલો કમાંક સંખ્યામાં ન હતા તે આ આવૃત્તિમાં આપતાં તથા બીજા નવા બે બોલ એમ કુલ ૯ બોલનું કમાંક સંખ્યામાં વધારો થયેલ છે, કુલ સંખ્યા ૯૩ છે. મિતિ : વૈશાખ સુદ ૧૫, સંવત ૨૦૪૨ આણંદજી ભુલા તારીખ: ૧૩ જૂન ૧૯૮૬
પ્રકાશક
15