________________
ચોથી આવૃત્તિની પ્રસ્તાવના
ગચ્છ, સંપ્રદાયના ભેદભાવ વિના સર્વ વર્ગના સમૂહ તરફથી સદઉપયોગ માટે આત્મશુદ્ધિની ત્રીજી આવૃત્તિની જોરદાર માંગ થતાં, અને તે ખલાસ થવા આવતાં, આથી ચોથી આવૃત્તિના પ્રકાશનને સામુહિક રીતે દાતાઓએ જે સહકાર આપ્યો છે તે જૈન ધર્મના એક સત્રતાના સિદ્ધાંતને અનુરૂપ પ્રશંસનીય છે. બે વરસ જેટલા ગાળામાં આ આવૃત્તિ બહાર પાડે છે.
વ્રત આદરવા અને નીતિ નિયમ અને મર્યાદામાં રહેવું એ સુખી થવા માટે સમજદાર વ્યકિતને જીવનની એક અનોખી અને અમૂલ્ય તક છે. વ્રત આદરનારાઓના સૂચનો પરથી આ આવૃત્તિમાં નવા સુધારા - વધારા તથા નવો પાઠ “અદલ ઈન્સાફીનું ઉમેરો કરેલ છે. પચ્ચકખાણોની સંખ્યા વધી છે. ગોઠવણીની રીતે અનુકમ નંબરમાં શરૂઆતથી ફેરફાર થયેલ છે. આ આવૃત્તિને પણ સારો આવકાર મળશે એવી આશા રાખું છું.
વૈશાખ સુદ ૯ સં. ૨૦૩૮ તા. ૧-૫-૧૯૮૨
આણંદજી ભુલા (પ્રકાશક)