________________
શ્રી પ્રતિક્રમણની સજ્ઝાય
કર પડિક્કમણું રે ભાવશું, દોય ઘડી શુભ ધ્યાન લાલ રે, પરભવ જાતાં જીવને, સાચો સંવર ધ્યાન લાલ રે. કર. શ્રી વીર મુખ એમ ઉચ્ચરે, શ્રેણિક રાય પ્રત્યે એમ લાલ રે, લાખ ખાંડી સોવન તણી, દિયે દિન પ્રત્યે દાન લાલ રે. કર. લાલ વરસ લગે તે દિયે, એમ દ્રવ્ય અપાર લાલ રે,
એક સામાયિકની પેરે, ન આવે તે લગાર લાલ રે. કર.
સામાયિક ચઉવીસંથો, વંદના દોય દોય વાર લાલ રે, વ્રત સંભારો આપણાં, પાળો નિર અતિચાર લાલ રે. કર. કર કાઉસ્સગ શુભ ધ્યાનથી, પચ્ચખાણ શુદ્ધ વિચાર લાલ રે, દોય સંધ્યાએ તે વળી, ટાળો ટાળો અતિચાર લાલ રે. કર.
સામાયિક સુપસાયથી, લઈએ અમર વિમાન લાલ રે, ધર્મસિંહ મુનિ એમ ભણે, એ છે મુક્તિ નિદાન લાલ રે. કર.
વિકા
મક
વિષય, કષાય, નિંદા,
પંચપ્રમાદ
પંચવિષય - = શબ્દ અને રૂપ એ કામ છે, ગંધ, રસ અને સ્પર્શ એ ભોગછે.
=
૧૨૯