________________
ભાંડમુંજા તણે ભવે, એકેન્દ્રિય જીવ, જાર-ચણા ઘઉ શેકીઆ, પાડતાં રીવ. તે. ખાંડણ પીસણ ગારીના, આરંભ કીધા અનેક, રાંધણ, સીધણ અગ્નિનાં, પાપ લાગ્યાં વિશેક. તે. વિકથા ચાર કીધી વળી, સેવ્યાં પાંચ પ્રમાદ, ઈષ્ટ વિયોગ પડાવિયાં, રુદન વિખવાદ. તે. સાધુને શ્રાવક તણાં વ્રત લઈને ભાંગ્યાં, મૂળ અને ઉત્તર તણાં, મુજ દુષણ લાગ્યાં. તે. સાપ, વીછી, સિંહ, ચિતરા શકરા ને સમળી, હિંસક જીવ તણે ભવે, હિંસા કીધી સબળી. તે. સુવાવડી દુષણ ઘણાં, કાચાં ગર્ભ ગળાવ્યા, જીવાણી ઢોળ્યાં ઘણાંત શિયળવ્રત ભંગાવ્યાં. તે. ધોબીના ભવ જે કર્યા, જળના જીવ સુંવાળા, ઘળે કરી જળ રોળી, દાન દેતા નિવાર્યા. તે. લુહારના ભવ જે કર્યા, ઘડ્યા શસ્ત્ર અપાર, કોસ, કોદાળા ને પાવડા, ધખધખતી તલવાર, તે. ગુજરના ભવ જે કર્યા, લીલા ભારા વઢાવ્યા, પાડીને બેલા મેલી, પાડે ઉઠી છે જવાળા. તે. ઓડના ભવ જે કર્યા, કૂવા વાવ ખોદાવ્યાં, સરોવર ગળાવિ, વળી ટાંકા બંધાવ્યાં. તે.
૩૦
૩૪
૧૨૭