________________
દેવતા તિર્યંચ નાકી, ચચ્ચાર ચૌદ લાખ મનુષ્યના, એ લાખ આ ભવ પરભવે સેવ્યાં, જે પાપ અઢાર, ત્રિવિધ ત્રિવેધ કરી પરિહતું, દુર્ગતિ દાતાર. તે. હિંસા કીધી જીવની, બોલ્યા મૃષાવાદ, દોષ અદત્તાદાનનો. મૈથુન ઉન્માદ. તે. પરિગ્રહ મેળવ્યો કારમો, કીધો ક્રોધ વિશેષ, માન માયા, લોભ મેં કર્યા, વળી રાગને દ્વેષ. તે. ક્લેશ કરી જીવ દુભવ્યાં, દીધા કૂડાં કલંક, નિંદા કીધી પારકી, રતિ અતિ નિશંક. તે. ચાડી ખાધી. ચોતરે, કીધો થાપણ મોસો, કુગુરુ, કુદેવ, કુધર્મનો, ભલો આણ્યો ભરોસો. તે. ખાટકીના ભવ મેં કીધા, કીધી જીવની ઘાત, ચડીમારને ભવે ચરકલાં, માર્યાં દિન ને રાત. તે. માછીગર ભવે માછલા, ઝાલ્યાં જળવાસ, ધીવર ભીલ કોળી ભવે, મૃગ પાડ્યા પાસ. તે. કાજીમુલ્લાંને ભવે, પઢ્યા મંત્ર કઠોર, જીવ અનેક ઝબ્બે કર્યાં, કીધાં પાપ અઘોર. તે. કોટવાળનાં ભવ મેં કીધાં, આકરા કર, દંડ, બંદીવાનને મરાવિયા, કોરડા છડી, દંડ. તે.
૧૨૫
લાખ પ્રકાશી, ચોર્યાસી. તે.
૫
૬
८
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪