________________
* પદ્માવતી રાણીની આલોચના
હવે રાણી
ખમાવે.
પદ્માવતી, જીવરાશિ જાણપણું જગ દોહ્યલું, એની વેળાએ આવે, તે મુજ મિચ્છામિ દુક્કડં એ ટેક. ભવ અનંતાએ કરી, અરિહંતની સાખ, જે મેં જીવ વિરાધીઆ, ચોર્યાસી લાખ. તે મુજ
સાત લાખ પૃથ્વી તણા, સાતે અપકાય, સાત લાખ તેઉકાયના, સાતે વળી વાય તે.
સાધારણ,
દશ લાખ પ્રત્યેક વનસ્પતિ, ચૌદે બે-ને-ચૌઈંદ્રિય જીવના, બે બે લાખ વિચાર. તે.
3
* ચંપા નગરીના ચેડા રાજાની પુત્રી અને દધિવાહન રાજાની સ્ત્રી હતી. તેને ગર્ભાવસ્થામાં ડોહેલો ઉપજવાથી રાજાનો પોશાક પહેરી પતિ સાથે હાથી ઉપર બેસી ફરવા નીકળી. નગરીમાં ફરતાં ફરતાં હાથી નાઠો. તેમાં રાજા વડશાખાએ વળગી હ્યો, અને હાથી રાણીને લઈ કોઈ અટવીમાં ગયો. ત્યાં પદ્માવતીએ નીચે ઉતરી આ જીવરાશિ કહી છે. નિત્ય સ્વાધ્યાયની આ સજ્ઝાય માંદગી વિગેરે પ્રાયશ્ચિતના પ્રસંગોમાં ફેરવવાથી આલોયણા થાય છે.
૧૨૪