________________
સંભૂતિવિજયના શિષ્ય, ભદ્રબાહુ મુનિરાય, ચૌદ પૂર્વધારી, ચંદ્રગુપ્ત આણ્યો થાય. ૯૮ વળી આદ્રકુમાર મુનિ, થુલીભદ્ર નંદિષેણ, અરણિક અઈમુત્તો, મુનીશ્વરોની શ્રેણ. ૯૯ ચોવીસે જિન મુનિવર, સંખ્યા અઠ્ઠાવીસ લાખ, ઉપર સહસ્ત્ર અડતાલીશ, સૂત્ર પરંપરા ભાખ. ૧૦૦ કોઈ ઉત્તમ વાંચો, મોઢે જયણા રાખ, ઉઘાડે મુખ બોલ્યા, પાપ લાગે વિપાક. ૧૦૧ ધન્ય મરૂદેવી માતા, બાયો નિર્મળ ધ્યાન, ગજહોદ્દે પામ્યાં, નિર્મળ કેવળ જ્ઞાન. ૧૦૨ ધન્ય આદીશ્વરની પુત્રી, બ્રાહ્મી સુંદરી દોય, ચારિત્ર લઈને, મુક્તિ ગયાં સિદ્ધ હોય. ૧૦૩ ચોવીસે જિનની, વડી શિષ્યણી ચોવીસ, સતી મુગતે પહોંચ્યા, પૂરી મન જગીશ. ૧૦૪ ચોવીસે જિનનાં, સર્વ સાધ્વી સાર, સડતાલીસ લાખ ને, આઠ સે સિત્તેર હજાર. ૧૦૫ ચેડાની પુત્રી, રાખી ધર્મશું શું પ્રીત, રાજેમતી, વિજયા, મૃગાવતી સુવિનીત. ૧૦૬
૧૨૧