________________
બલભદ્રના નંદન, નિષધાદિક હુઆ બાર, ત્યજી પચાસ અંતે ઉરી, ત્યાગ દિયો સંસાર. ૮૯ સહુ નેમિ સમીપે, ચાર મહાવ્રત લીધ, સર્વાર્થસિદ્ધ પહોંઆ, હોશે વિદેહમાં સિદ્ધ. ૯૦ ધન્નો ને શાલિભદ્ર, મુનીશ્વરોની જોડ, નારીના બંધન, તત્સણ નાખ્યા ત્રોડ. ૯૧ ઘર, કુટુંબ, કબીલો, ધન ચંનની કોડ, માસ માસ ખમણ તપ, ટાળશે ભવની ખોડ. ૨૨ શ્રી સુધર્મસ્વામીના શિષ્ય, ધન્ય ધન્ય જંબુ સ્વામ, ત્યજી આઠ અંતે ઉરી, માતાપિતા ધનધામ. ૯૩ પ્રભવાદિક તારી, પહોંચ્યા શિવપુર ઠામ, સૂત્ર પ્રવર્તાવી, જગમાં રાખ્યું નામ. ૪ ધન્ય ઢંઢણ મુનિવર, કૃષ્ણરાયના નંદ, શુદ્ધ અભિગ્રહ પાળી, ટાળ દયો ભાવ ફંદ. ૯૫ વળી બંધક ઋષિની, દેહ ઉતારી ખાલ, પરિસહ સહીને, ભવ ફેરા દિઆ ટાળ. ૯૬ વળી અંધક ઋષિના, હુઆ પાંચર્સે શિષ્ય, ઘાણીમાં પિલ્યા, મુકિત ગયા તજી રીશ. ૯૭
૧૨૦