________________
તપ કઠણ કરીને, પૂરી મનની જગીશ, દેવલોક પહોંચ્ય, મોક્ષ જાશે તજી રીશ. ૮૦ કાકંદનો ધન્નો, તજી બત્રીશે નાર, મહાવીર સમીપે, લીધો સંયમ ભાર. ૮૧ કરી છઠ છઠ પારણાં, આયંબીલ ઉચ્છિત આહાર, શ્રી વીરે વખાણ્યો, ધન્ય ધન્નો અણગાર. ૮૨ એક માસ સંથારે, સ્વાર્થસિદ્ધ પહંત, મહાવિદેહ ક્ષેત્રમાં, કરશે ભવનો અંત. ૮૩ ધન્નાની રીતે, હુઆ નવે સંત, શ્રી અનુત્તરોવવાઈમાં, ભાખી ગયા ભગવંત. ૮૪ સુબાહુ પ્રમુખ પાંચ પાંચસે નાર, તજી વીર લીધાં, પંચ મહાવ્રત સાર. ૮૫ ચારિત્ર લઈને, પાળ્યા નિરતિચાર, દેવલોક પહોંચ્યા, સુખ વિપાકે અધિકાર. ૮૬ શ્રેણિકના પૌત્ર, પઉમાદિક હુઆ દશ, વીર વ્રત લઈને, કાઢયો દેહનો કસ. ૮૭ સંયમ આરાધી, દેવલોકમાં જઈ વસ, મહાવિદેહ ક્ષેત્રમાં, મોક્ષ જાશે લઈ જશ. ૮૮
૧૧૯