________________
દં
કુંવર અઈમુને, દીઠા ગૌતમ સ્વામ, સુણી વીરની વાણી, કીધો ઉત્તમ કામ. ૭૧ ચારિત્ર લઈને, પહોંઓ શિવપુર ઠામ, ધુર આદિ મકાઈ, અંત અલક્ષ મુનિ નામ. ૭૨ વળી કૃષ્ણરાયની, અગ્ર મહિષી આઠ, પુત્ર વહુ દોએ, સંચ્યા પુણ્યના ઠાઠ. ૭૩ જાદવ કુળ સતી, ટાળો દુ:ખ ઉચાટ, પહોંઓ શિનપુરમાં, એ છે સૂત્રનો પાઠ. ૩૪ શ્રેણિકની રાણી, કાલિ-આદિક દશ જાણ, દશે પુત્ર વિયોગે, સાંભળી વીરની વાણ. ૭૫ ચંદનબાળાપે, સંયમ લઈ હુઆ જાણ, તપ કરી દેહ ઝાંસી, પહોંચ્યા છે નિર્વાણ. ૭૬ નંદાદિક તેરે, શ્રેણિક નૃપની નાર, સઘળી ચંદન બાળાપે લીધો સંયમ ભાર. ૭૭ એક માસ સંથાર, પહોંચ મોક્ષ મોઝાર, એ નેવું જણાનો, અંતગડમાં અધિકાર. ૭૮ શ્રેણિકના બેટા જાળિયાદિક તેવીશ, વીરપે વ્રત લઈને, પાળો વિસવાવીશ. ૭૯
૧૧૮