________________
વળી દારૂણ સારણ, સુમુખ દુમુખ મુનિરાય, વળી કુંવર અનાદ્રષ્ટિ, ગયા મુક્તિ ગઢમાંય. ૬૨ વસુદેવના નંદન, ધન્ય ધન્ય ગજસકુમાર, રૂપે અતિ સુંદર, કળાવંત વય બાળ. ૬૩ શ્રી નેમી સમીપે, છોડયો મોહ જંજાળ, ભિક્ષુની પડિમા, ગયા મસાણ મહાકાળ. ૬૪ દેખી સોમીલ કોખો, મસ્તકે બાંધી પાળ, ખેર તણા ખીરા, શિર ઠવી આ અસરાળ. ૬૫ મુનિ નજર ન ખંડી, મેટી મનની જાળ, કઠણ પરિસહ સહીને, મુક્તિ ગયા તત્કાળ. ૬૬ ધન્ય જાળી મથાલી, ઉવયાલાદિક સાધ. સાંબને પ્રદ્યુમ્ન, અનિરૂદ્ધ સાધુ અગાધ. ૬૭ વળી સનેમિ દ્રઢનેમિ, કરણી કીધી અગાધ, દશે મુગતે પહોંચ્યા, જિનવર વચન આરાધ. ૬૮ ધન્ય અર્જુન માળી, કિથી કદાગ્રહ દૂર, વિરપે વ્રત લઈને, સત્યવાદી હુઆ શૂર. ૬૯ કરી છઠ્ઠ છઠ્ઠ પારણા, ક્ષમા કરી ભરપૂર, છ માસની માંહી, કર્મ કિયા ચક્યૂર. ૭૦
૧૧૭