________________
પછી ચારિત્ર લીધું, મિત્ર એક સહસ્ત્ર આઠ ધીર, મરી હૂઆ શકેંદ્ર, ચવી લેશે ભવતીર. ૩૫ વળી રાય ઉદાયન, દીયો ભાણેજને રાજ, પોતે ચારિત્ર લઈને, સાર્યા આતમ કાજ. ૩૬ ગંગદત્ત મુનિ આણંદ, તરણ તારણ જહાજ, કુશળ મુનિ રોહો, દિયો ઘણા ને સાજ. ૩૭ ધન્ય સુનક્ષત્ર મુનિવર, સર્વાનુભૂતિ અણગાર, આરાધિક હોઈને, ગયા દેવલોક મોઝાર. ૩૮ એવી મુગતે જશે, વળી સિંહ મુનિશ્વર સાર, બીજા પણ મુનિવર, ભગવતીમાં અધિકાર. ૩૯ શ્રેણીકનો બેટો, મોટો મુનિવર મેધ, ત્યજી આઠ અંતે ઉરી, આણ્યો મન સંવેગ. ૪૦ વીર વ્રત લઈને, બાંધી તપની તેગ, ગયા વિજય વિમાને, અવી લેશે શિવ વેગ. ૪૧ ધન્ય થાવ પુત્ર, તજી બત્રીસે નાર, તેની સાથે નીકળ્યા, પુરૂષ એક હજાર. ૪૨ શુકદેવ સંન્યાસી, એક સહસ્ત્ર શિષ્ય લાર, પાંચસે હું સેલક, લીધો સંયમ ભાર. ૪૩
૧૧૪