________________
સર્વ સહસ્ત્ર અઢાઈ, ઘણા જીવોને તાર, પુંડરગિરિ ઉપર કીયો, પાદપગન સંથાર. ૪૪ આરાધિક હુઈને, કીધો એવો પાર, હુઆ મોટા મુનિવર, નામ લિયા વિસ્તાર. ૪૫ ધન્ય જિનપાળ મુનિવર, દોય ધનાવા સાધ, ગયા પ્રથમ દેવલોક, મોક્ષ જશે આરાધ. ૪૬ મલ્લીનાથના છ મિત્ર, મહાબળ પ્રમુખ મુનિરાય, સર્વ મુગતે સિધાવ્યા, મોટી પદવી પાય. ૪૭ વળી જીતશત્રુ રાજા, સુબુદ્ધિ નામે પ્રધાન, પોતે ચારિત્ર લઈને, પામ્યા મોક્ષ નિધાન. ૪૮ ધન્ય તતળી મુનીવર, દીયો કાય અભયદાન, પોટિલા પ્રતિબોધ્યા, પામ્યા કેવળજ્ઞાન. ૪૯ ધન્ય પાંચે પાંડવ, ત્યજી દ્રૌપદી નાર, સ્થિવરની પાસે, લીધો સંયમ ભાર. ૫૦ શ્રી નેમિ વંદનનો, એવો અભિગ્રહ કીધ, માસ માસ ખમણ તપ, શેત્રુજ્ય જઈ સિદ્ધ. ૫૧ ધર્મઘોષ તણા શિષ્ય, ધર્મરૂચિ અણગાર, કીડીઓની કરૂણા, આણી દયા અપાર. પર
૧૧૫