________________
શ્રી ઉત્તરાધ્યયનમાં, જીનવરે કર્યા વખાણ, શુદ્ધ મને બાવો, મનમાં ધીરજ આણ. ૨૬ વળી બંધક સંન્યાસી, રાખો ગૌતમ શું નેહ, મહાવીર સમીપે, પંચ મહાવ્રત લેહ. ૨૭ તપ કઠણ કરીને, ઝાંસી આપણી દેહ, ગયા અચુત દેવલોકે, ચ્ચવી લેશે ભવ છેહ. ૨૮ વળી કષભદત મુનિ શેઠ સુદર્શન સાર, શિવરાજ પિશ્વર, ધન્ય ગાંગેય અણગાર. ૨૯ શુદ્ધ સંયમ પાળી, ” પામ્યા કેવળ સાર, એ ચારે મુનિવર, પહોંચ્યા મુક્તિ મોઝાર. ૩૦ ભગવંતની માતા, ધન્ય સતી દેવાનંદા, વળી સતી જયંતી, છોડ દીઓ ઘર ફંદા. ૩૧ સતી મુગતે પહોંઆ, વળી તે વીરની નંદા, મહાસતી સુદર્શના, ઘણી સતીઓનાં વૃંદા. ૩૨ હુઈ વીરની શિખણી, બહુ વિધ તપસ્યા કીધ, વીર આશા આરાધી, આતમ કારજ સિદ્ધ. ૩૩ વળી કાર્તિક શેઠ, પડિમા વહી શૂરવીર, જમો મહોરા ઉપર, તાપસ બળતી ખીર. ૩૪
૧૧૩