________________
સર્વ માન્ય ધર્મ
(ચોપાઈ) ધર્મ તત્વ જ પૂછયું મને, તો સંભળાવું સ્નેહે તને; જે સિદ્ધાંત સકળનો સાર, સર્વ માન્ય સહુને હિતકાર. ભાનું ભાષણમાં ભગવાન, ધર્મ ન લાભે દયા સમાન, અભય દાન સાથે સંતોષ, ઘો પ્રાણીને દળવા દોષ. સત્ય, શીલને સઘળાં દાન, દયા હોઈને રહ્યા પ્રમાણ; દયા નહીં તો એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહીં દેખ. પુષ્પ પાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહીં આજ્ઞાય; સર્વ જીવનું. ઈચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય.
- શ્રીમદ્ રાજચંદ્ર
જે સત્કાર, પૂજા અને વંદના સુદ્ધાં નથી ચાહતો એ કોઈની પણ પ્રશંસાની અપેક્ષા કેવી રીતે કરે ?
૧૦૮