________________
* અથ શ્રી મોટી સાધુ વંદના જ (સૂત્ર સમૂહના મહર્ષિઓના કડીબદ્ધ વૃતાંત આ ગુણમાળામાં
સમાયેલ છે. દરેક વૃતાંત પોતાનું આગવું ઈતિહાસ ધરાવે છે.) નમું અનંત ચોવીશી, ઋષભાદિક મહાવીર, જેણે આર્ય ક્ષેત્રમાં, ઘાલી ધર્મની સીર. ૧ મહા અતુલી બેલ નર, શૂર વીરને ધીર, તીર્થ પ્રવર્તાવી, પહોંઆ ભવજળ તીર. ૨ સીમંધર પ્રમુખ, જઘન્ય તીર્થકર વસ, છે અઢી દ્વિપમાં, જયવંતા જગદીશ. ૩ એકસો ને સિત્તેર, ઉત્કૃષ્ટપદે જગદીશ, ધન્ય મોટા પ્રભુજી, જેને નમાવું શીશ ૪ કેવળી દોય કોડી, ઉત્કૃષ્ટ નવ કોડ, મુનિ દોય સહસ્ત્ર કોડી, ઉત્કૃષ્ટ નવ સહસ્ત્ર કોડ. ૫ વિચરે વિદેહે, મોટા તપસ્વી ઘોર, ભાવે કરી વંદું, ટાળે ભવની ખોડ. ૬ ચોવીસે જિનના, સઘળા એ ગણધાર, ચૌદસેં ને બાણું, હું પ્રણમું સુખકાર. ૭
૧૧૦