________________
- એ પ્રાર્થના મારી - કરો રક્ષા વિષદ માંહીં, ન એવી પ્રાર્થના મારી, વિપદથી ને ડરું કો'દિ, પ્રભો ! એ પ્રાર્થના મારી ચહું દુ:ખ તાપથી શાંતિ, ન એવી પ્રાર્થના મારી, સકળ દુ:ખી શકું જીતિ, પ્રભો એ પ્રાર્થના મારી. સહાયે કોચઢે આવી, ન એવી પ્રાર્થના મારી, તૂટો ના આત્મબળ દોરી, પ્રભો એ પ્રાર્થના મારી મને છળ હાનિથી રહ્યો, ન એવી પ્રાર્થના મારી, ડગું ના આત્મપ્રીતથી, પ્રભો ! એ પાર્થના મારી. પ્રભો તું પાર ઉતારે, ન એવી પ્રાર્થના મારી, તરી જવા ચહું શક્તિ, પ્રભો ! એ પ્રાર્થના મારી. તું લે શિખર ભાર ઉપાડી, ન એવી પ્રાર્થના મારી, ઉઠાવી હું શકું સહેજે, પ્રભો ! એ પ્રાર્થના મારી. સુખી દિને સ્મરું ભાવે, દુ:ખી અંધાર રાત્રીએ, ન શંકા તું વિશે આવે, પ્રભો ! એ પ્રાર્થના મારી.
સમ્યગ્દર્શન વિના જ્ઞાન થતું નથી. જ્ઞાન વિના ચારિત્ર ગુણ નથી. ચારિત્ર વિના મોક્ષ (કર્મક્ષય) નથી અને મોક્ષ વિના અનંત આનંદ નથી.
૧૦૪