________________
હે કરૂણાના કરનારા હે કરૂણાના કરનારા તારી કરૂણાનો કોઈ પાર નહીં હે સંકટના હરનારા તારી કરૂણાનો કોઈ પાર નહીં. ૧ મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો તારી સેવા મારી ભૂલોના ભૂલનારા, તારી કરૂણાનો કોઈ પાર નહીં. ૨ હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું. અવળી બાજી અવળીને સવળીના કરનારા, તારી કરૂણાનો કોઈ પાર નહીં. ૩ હે પરમ કૃપાળુ વ્હાલા, મેં પીધા વિષના પ્યાલા મારા સાચા રક્ષણહારા, તારી કરૂણાનો કોઈ પાર નહીં. ૪ કદિ છોરૂ - કછોરૂ થાયે, તું તો માવતર કહેવાય મીઠી છાયાનાં દેનારા, તારી કરૂણાનો કોઈ પાર નહીં. ૫ મને જડતો નથી કિનારો, મારો કયાંથી આવે આરો મારા સાચા ખેવણહારા, તારી કરૂણાનો કોઈ પાર નહીં. ૬ છે મારૂ જીવન ઉદાસી, તું શરણે લે અવિનાશી મારા દિલમાં હે રમનારા, તારી કરૂણાનો કોઈ પાર નહીં. ૭
૧૦૩