SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ * માબાપને ભૂલશો નહિ * ભૂલો ભલે બીજું બધું, માબાપને ભૂલશો નહિ, અગણિત છે ઉપકાર એમનાં, એને વીસરશો નહિ. અસહ્ય વેઠી વેદના, ત્યારે દીઠું તમ મુખડું, એ પુનિત જનનાં કાળજાં, પત્થર બની છૂંદશો નહિ. કાઢી મુખેથી કોળિયો, મોંમા દઈ મોટા કર્યાં, અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉછાળશો નહિ. ખૂબ લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એ કોડ પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહિ. લાખો કમાતા હો ભલે, (પણ) માબાપ જેના ના ઠર્યાં, એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ. સંતાનથી સેવા ચાહો, (તો) સંતાન છો સેવા કરો, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ. ભીને સૂઈ પોતે અને, સૂકે સુવાડયા આપને, એની અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ. પુષ્પો બિછાવ્યા પ્રેમથી, જેણે તમારા રાહ પર, એ રાહબરના રાહ પર, કંટક કદિ બનશો નહિ. ધન ખર્ચતા મળશે બધું, (પણ) માતાપિતા મળશે નહિ, એનાં પુનિત ચરણો તણી, કદિ ચાહના ભૂલશો નહિ. ૧૦૨ १ ૨ ૩ ૪ ૫ ८ ૯
SR No.007111
Book TitleAatmshuddhi
Original Sutra AuthorN/A
AuthorAnandji Bhula
PublisherAnandji Bhula
Publication Year1994
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy