________________
સંતચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક, પાર ન તેથી પામિયો, ઉગ્યો ન અંશ વિવેક. ૧૬ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય, સત્ સાધના સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય. ૧૭ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરૂ પાય, દીઠા નહીં નિજ દોષ તો, તરીકે કોણ ઉપાય? ૧૮ અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? ૧૯ પડી પડી તુજ પંકજે, ફરી ફરી માંગુ એ જ, સદ્ગુરૂ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દેજ. ૨૦
• સમ્યકત્વ વિનાની વ્યક્તિ હજારો કરોડો વર્ષ સુધી રૂડી રીતે ઉગ્ર તપ કરે
તો પણ બોધિ પ્રાપ્ત કરતી નથી. • પોતાના દોષ જે જુએ અને પાયશ્ચિત કરે એનું ભવિષ્ય સુધરે છે.
૧૦૧