________________
મહાવીર તારો છે આધાર કરો કરો નૈયા પાર, મહાવીર તારો છે આધાર,...કરજે. મારા જીવનનો તું સાર, મહાવીર તારો છે આધાર જૂઠી છે આ જગની માયા, જૂઠી છે આ કાચી કાયા, કરજે. જૂઠો જામ્યો છે સંસાર, મહાવીર તારો છે આધાર જીવન આ લાગે છે ખારૂં, નામ તમારૂં, લાગે ખારૂં, કરજે. તમે છો સાચા તારણહાર, મહાવીર તારો છે આધાર મારી અરજી ઉરમાં ધરજે, સંકટ મારા દૂર કરજો ...કરજો. તમે છો આશાના એક તાર, મહાવીર તારો છે આધાર મારી નૈયા નિર્ભય કરજો, પ્રભુ તમે સુકાની બનજો,..કરજે. હરજે આતમનાં અંધકાર, મહાવીર તારો છે આધાર સુંદર ગુણ તમારા ગાવે વરપ્રભુને મળવા જાવે,..કરજો. સૂન જાણ્યો છે સંસાર, મહાવીર તારો છે આધાર....કરજે
સમ્યગદર્શનના આ આઠ અંગ છે: નિ:શંકા, નિષ્કાંક્ષા, નિવિચિકિત્સા, અમૂઢ દષ્ટિ, ઉપગુહન, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના (જે નિ:શંકા હોય છે, તે નિર્ભય પણ હોય છે.)
૧૦૫