________________
બીજી આવૃત્તિની પ્રસ્તાવના (પહેલી અને બીજી આવૃત્તિની પ્રસ્તાવના પ્રસંગોચિત ફેરફાર સિવાય સરખી છે.)
પ્રથમ આવૃત્તિની નક્કો ખલાસ થવા આવતાં, આ બીજી આવૃત્તિ છપાવતાં સંતોષ અનુભવાય છે. આના પહેલાં શ્રી હીરજી જેઠાભાઈએ આજ વિષયની છપાવેલી “શ્રી આત્મચિંતન'ની પ00 નકલો ખપી ગઈ હતી. આમ એનો પ્રચાર વધ્યો છે. પુરૂષો અને સ્ત્રીઓ વ્રત લેવાની જરૂરિયાત સમજે છે અને તેઓ આકર્ષાય છે. એ આત્મ-કલ્યાણ માટે કાંઈક કરવાની એમની રૂચિ જણાય છે. મુનિઓની વાણી કાને પડવાથી આ ગુણ ઉદ્દભવે છે.
આ બીજી આવૃત્તિ છપાવવાની જરૂરિયાત ઉભી થઈ તે અરસામાં પૂજય આચાર્યશ્રીના સૂત્ર વચનોનું વ્યાખ્યાન અકામ મરણ - સકામ મરણ સાંભળવાનું થતાં તે ઉપયોગી જણાતાં એક પાઠ તરીકે આમાં લીધું છે. ઉપરાંત “મહાન વૈજ્ઞાનિક પ્રભુ મહાવીર અને “નવાણું અતિચાર'ના પાઠનો પણ ઉમેરો કરેલો છે. આ સિવાય પ્રસંગોચિત વધારો કરેલ છે, અન્ય ફેરફાર કરેલ છે.
સત્યને જાણ્યા પછી અથવા ધર્મનો બોધ થયા પછી તેને વ્યવહારમાં ઉતારવો જરૂરી છે. અભ્યાસકીય જીવન, કૌટુંબિક જીવન, ધંધાકીય જીવન, નોકરી, વ્યવસાય એમ દરેક સ્થિતિમાં વ્યવહારની
12